જૂનાગઢ જીલ્લામાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંડોવાયેલા ૧ર,ર૮રથી વધુ શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી

0

લોકસભાની ચૂંટણી તેમજ માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બની રહે તે માટે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અટકાયતી પગલાની કાર્યવાહી કરાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયા શાંતિમય અને સુમેળભર્યા વાતાવરણમાં શાંતિપૂર્વક યોજાઈ તેમજ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કોઈપણ પ્રકારના ડર વગર નિર્ભય રીતે મતદાન કરી શકે અને ચૂંટણી દરમ્યાન શાંતિ પ્રર્વિતી રહે તે માટે જૂનાગઢજીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે જેમાં દેશી અને ઈંગ્લીશ દારૂના પ૩૬ કેસો, દારૂની પ્રવૃતિ કરનારા ૬૩૧ સામે કાર્યવાહી, ૯૧૩ ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલા, ૩૪ ઈસમો સામે ૧૩પ મુજબ કાર્યવાહી, દારૂ પીને વાહન ચલાવવા બાબતે ૩૧ સામે કાર્યવાહી, વાહનોના નિયમોનો ભંગ કરનારાઓ સામે ૧૬૩ કેસ, જુગારના ૧૪ કેસ, ૩૮ શખ્સોને તડીપાર કરાયા, ર૮ સામે પાસા હેઠળ કાર્યવાહી, ૧૦ર૮ વિરૂધ્ધ પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી, ૭પ૧ બિનજામીન લાયક વોરંટની બજવણી, ગેરકાયદેસર હથિયારના બે કેસ, ચૂંટણી જાહેરાનામા ભંગ અંગે ૧૩ કેસ વિગેરે મળી કુલ ૧ર,ર૮રથી વધુ ઈસમો વિરૂધ્ધ અટકાયતી પગલા તેમજ અન્ય કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ આ કામગીરી ચાલું રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!