સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાયેલ સમુહ લગ્નના નવદંપતિઓને મેરેજ સર્ટિફીકેટ આપી સન્માનીત કરાયા

0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાયેલ ૩૮માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં શ્રી ગોરખનાથ આશ્રમના પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુના હસ્તે નવ દંપતીઓને મેરેજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તાજેતરમાં યોજાયેલ આ ૩૮માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં નવદંપતીઓને પૂજ્ય શ્રી શેરનાથ બાપુના હસ્તે મેરેજ સર્ટિફિકેટ આપી દરેક નવદંપતીઓને આશીર્વાદ આપેલ. ઉપરાંત સંસ્થા માં જેનું હંમેશા યોગદાન રહ્યું છે તેવા કિરીટભાઈ ચંદારાણા, દાદુભાઇ કનારા, શરદભાઈ મહેતા, જયેશભાઈ ઉપાધ્યાય, દામજીભાઈ પરમાર, નરસિંહભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ ગાંધીને પૂજ્ય શ્રી શેરનાથ બાપુ દ્વારા સન્માન પત્ર આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા. જેમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેમની પૂરી ટીમને પૂજ્ય શ્રી શેરનાથ બાપુ દ્વારા તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ બિરદાવવામાં આવેલ અને નાનો માણસ મોટું કામ કેવી રીતે કરી શકે, તમે બીજાને જીવનમાં સતત ઉપયોગી બનજાે અને તમારી આ સેવાકીય પ્રવૃત્તિઓને અવિચળ રાખજાે, તેવા આશીર્વાદ આપવામાં આપ્યા હતા. આ સેવા યજ્ઞમાં અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા, કે.કે. ગોસાઈ, પ્રવીણભાઈ જાેશી, ગીરીશભાઈ મશરૂ, બટુકબાપુ, ભાભલુબાપુ, રણછોડભાઈ ગોરફાડ, મુકેશભાઈ પાંડવ, નયનભાઈ ભોગાયતા, મુકુંદભાઈ પુરોહિત, સરોજબેન જાેષી, ચંદ્રિકાબેન પાંડવ વિગેરેને સંત પૂજ્ય શેરનાથ બાપુના આશીર્વાદ મળ્યા હતા.

error: Content is protected !!