મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બાદ જૂનાગઢ બેઠકનું ‘ભાવિ’ બદલાયું

0

ગિરનાર કમલમ ખાતે પક્ષના કાર્યકરો તેમજ સર્વજ્ઞાતિના આગેવાનો સાથે મુખ્યમંત્રીની બેઠક બાદ વિશ્વાસનું વાતાવરણ દ્રઢ બન્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગઈકાલે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને ગિરનાર કમલમ ખાતે મહત્વની બેઠકો યોજવામાં આવી હતી. આ સાથે જ જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ અને પ્રજા જે ઘણા પ્રશ્નોથી હાડમારી ભોગવી રહી છે તે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે એટલું જ નહી જૂનાગઢ શહેરને ગુજરાતના અન્ય મહાનગરોની માફક વિકસાવવા માટે કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. ગઈકાલની મુખ્યમંત્રીની જૂનાગઢની મુલાકાત બાદ જૂનાગઢ લોકસભાની બેઠક માટેનું ચિત્ર પલટાયું હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. આ સાથે જ ગુજરાતની ર૬એ ર૬ બેઠકો ઉપર જીતની સરસાઈ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મુખ્યમંત્રી તેમજ ટોચના નેતાઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યું છે અને લોકોમાં પણ વિશ્વાસ અંકબંધ રાખવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને જેને વ્યાપક આવકાર મળી રહ્યો છે.
જૂનાગઢના આંગણે ગિરનાર કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બે મહત્વપુર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેના એક બેઠક ભાજપના કાર્યકર્તા પદાધિકારીઓ સાથે યોજાઈ હતી અને આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. જયારે બીજી બેઠક સર્વ જ્ઞાતિના અગ્રણીઓ સાથે મહત્વપુર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને ઉપસ્થિત આગેવાનો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો અને જૂનાગઢ શહેરના વિકાસ, અંતરાયો અને મુશ્કેલીઓ અંગે તત્કાલ કાર્યવાહી કરવાની ખાત્રી પણ આપવામાં આવી હતી. ગિરનાર કમલમ ખાતે સર્વજ્ઞાતિના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ આગેવાનોને જણાવ્યું હતું કે, આજે તો હુતં તમને સૌને સાંભળવા આવ્યો છું આ તકે ઉપસ્થિત આગેવાનોએ જૂનાગઢ શહેર અને જીલ્લાને સ્પર્શતા વિકાસના પ્રશ્નોની રજુઆત કરી હતી. આગેવાનોની રજુઆત અને વિવિધ પ્રશ્નો સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાર પુર્વક જણાવ્યું હતું કે, કેશોદ એરપોર્ટનો પ્રશ્ન, જૂનાગઢના વિકાસ અને શહેરને ફાટક લેસ બનાવવાનો પ્રશ્ન, ટુરીઝમ સર્કિટના વિકાસ માટે કાર્યવાહી તેમજ જૂનાગઢના કાળવાના વોકળાને ઉંડો કરવા સહિતના પ્રશ્નો અંગે ઝડપથી કાર્યવાહીપુર્ણ કરી લેવમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, જૂનાગઢના પ્રશ્નોથી તેઓ માહિતગાર છે અને લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે તેમજ જૂનાગઢ શહેરને અન્ય મહાનગરોની સુંદર રીતે વિકસાવવા માટે ડબલ એન્જીનની સરકાર જૂનાગઢના વિકાસ માટે કટીબધ્ધ છે અને ભંડોળના અભાવે કોઈપણ કાર્ય નહી અટકે જૂનાગઢના વિકાસ માટે સરકાર પાસે પુરાતું ભંડોળ છે તેમ જણાવી અગ્રણીઓને જૂનાગઢ શહેરના વિવિધ પ્રશ્નોના નિરાકરણ તેમજ વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે તેવી ખાત્રી આપી હતી. ગઈકાલની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જૂનાગઢની મુલાકાત અને કાર્યકર્તાઓ અને સર્વજ્ઞાતિના અગ્રણીઓ સાથેની મુલાકાતનો નિષ્કર્ષ એટલો જ કે આ મુલાકાત બાદ જૂનાગઢની લોકસભાની બેઠક માટે ઉજળા સંજાેગો સર્જાઈ શકે છે. જાેકે જૂનાગઢની લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામેનો વિરોધ કેટલા અંશે ડામી શકાય છે તેના ઉપર સઘળો આધાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

error: Content is protected !!