જૂનાગઢના જુગાર રમતા રૂા.ર૦,૮૯૦ના મુદ્દામાલ સાથે છ ઝડપાયા

0

જૂનાગઢમાં જાેષીપરા આદર્શનગર આશીયાના સોસાયટીમાં આવેલ બાબ પાન વાળી ગલીમાં આગળ જતા જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આપેલી વિગત અનુસાર બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે પાડેલા આ જુગાર દરોડામાં દિપુ ગોપાલભાઈ, પપ્પુ રાધેશ્યામ, રિન્કુ ભોગી રામ, રામકેશ બનુભાઈ, વિક્રમ પરશુરામ રહે.તમામ ઓઘડનગર, આર.કે. રેસીડન્‌૭સ સામે મુળ મધ્યપ્રદેશ વાળાઓને રૂા.ર૦,૮૯૦ના મુદ્દામાલ સાથે સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદરના દુધાળા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને પલીસે ઝડપી લીધા
વિસાવદર પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડી દુધાળા ગામ ખાંભડા નેસ જવાના રસ્તા ઉપરથી જાહેરમાં જુગાર રમતા કાળુભાઈ નુરમહમદભાઈ, મનુભાઈ નાજાભાઈ, રતીભાઈ ગગજીભાઈ, મથુરભાઈ સીલાભાઈ, રવજીભાઈ ધરમશીભાઈ વિગેરેને કુલ રૂા.૧૦,૬૩પના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!