કેશોદમાં ક્રિકેટ મેચનો જુગાર અંગે દરોડો : રૂા.ર૦ હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

0

કેશોદમાં ક્રિકેટ મેચના સટ્ટા ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે દરોડો પાડી અને રૂા.ર૦ હજારના મુદ્દામાલ સાથે એકને ઝડપી લઈ અને જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, કેશોદમાં જુની શાકમાર્કેટ નજીક બનેલા બનાવમાં મુકેશભાઈ નારાયણભાઈ કરમટા(ઉ.વ.૪૪)એ પોતાના રહેણાંક મકાને રૂમની અંદર આઈપીએલ ટી-ર૦ના ગુજરાત ટાઈટન્સ તથા પંજાબ કીંગ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર વેબસાઈટમાં આઈડીમાં ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમી તથા મોબાઈલ નંબર ૯૭ર૭૦૭૦૧૩૦ ઉપર ફોન કરી ફોન દ્વારા પૈસાની હારજીતના સોદા પાડી ક્રિકેટ મેચ રમતા મળી આવતા મુદ્દામાલ મોબાઈલ ફોન કુલ નંગ-૪ કિ.રૂા.૧૦,૦૦૦ તથા ટીવી નંગ ૧ કિ.રૂા.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.ર૦,૦૦ના મુદ્દામાલ સાથે આરોપી નં-૧ હાજર મળી આવી તથા આરોપી નં-ર મોબાઈલ નંબર ૯૭ર૭૦૭૦૧૩૦નો ઉપયોગ કરનાર તથા તપાસમાં ખુલે તે તમામએ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!