બિલખામાં ગળાફાંસો ખાઈ વૃધ્ધનું, વંથલીના નવલખી ગામે એસિડ પી જતા પરણીતાનું અને વેળવ ગામના વૃધ્ધનું પાતાળ કુવામાં પડી જતા મૃત્યું

0

જૂનાગઢ જીલ્લાના બિલખા, વંથલી અને માણાવદર પંથકમાં અપમૃત્યુંના ત્રણ બનાવો બનવા પામેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર પ્રથમ બનાવ બિલખા ખાતે બનવા પામેલ છે જેમાં જૂનાગઢ નજીક આવેલા બિલખા બસ સ્ટેશન પાછળ રહેતા વજુભાઈ કાનજીભાઈ વાઢેર(ઉ.વ.૬પ)એ કોઈપણ અગમ્ય કારણસર પોતાની વાડીના ઢાળીયામાં આડીમાં દોરડું બાંધી પોતાની રીતે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બિલખા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજાે બનાવ વંથલી તાલુકાના નવલખી ગામે બનવા પામેલ છે. જેમાં ઈલાબેન વિષ્ણુભાઈ ટાંક(ઉ.વ.૩૦) નામની પરણીતાને તેના સસરાએ ઘરમાંથી ડુંગરી ઉતારવાનું કહેતા ઈલાબેને ડુંગરી ન ઉતારી અને મોટે અવાજે બોલતા સસરાએ આ બાબતે ઠપકો આપતા તેને લાગી આવતા પોતાની મેળે એસિડ પી જતા સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. કેશોદના નાયબ પોલીસ અધિકારી બી.સી. ઠક્કર આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. જયારે અન્ય એક બનાવમાં માણાવદર નજીક વેળવા ગામથી ઉટડી ગામ જતા રસ્તા પાસે આવેલ પાતાળ કુવામાં પડી જતા વૃધ્ધનું મૃત્યું થયું છે. પોલીસે આપેલી વિગત અનુસાર, ભીખુભાઈ માધવજીભાઈ જેઠવા(ઉ.વ.૭૧) રહે.વેળવા ગામ આજથી આશરે દોઢેક મહિના ઉપર ઘરે કોઈને કહ્યા વગર જતા રહેલ હતા અને તામશી મગજના અને એકલવાયું જીવન જીવતા હોય દરમ્યાન વેળવા ગામથી ઉટડી ગામ જતા રસ્તામાં આવેલ વેળવા ગામના પાતાળ કુવામાં પડી જતા ડુબી જતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!