જૂનાગઢમાં એસટીની ઈલેકટ્રીક બસ સ્કૂટર સાથે અથડાતા માતા-પુત્રને થયેલી ઈજા : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં એસટીની ઈલેકટ્રીક બસ સ્કૂટર સાથે અથડાતા માતા-પુત્રને ઈજા પહોંચાડી ડ્રાઈવર બસ સાથે નાસી ગયાની મહિલાએ પોલીસમાં ફરિય્દ નોંધાવતા પોલીસે તપાસ હથા ધરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના હર્ષદનગર વિસ્તારમાં તૈયબા મસ્જીદ પાસે રહેતા સબનમબાનુ રીયાજ અહેમદ ઈકબાલ કાદરી(ઉ.વ.૩૦) નામના મહિલા તેના ર.પ વર્ષના પુત્ર હૈદર અલીને બેસાડીને બુધવારે સ્કૂટર હંકારીને માંડવી ચોકથી હર્ષદનગર ઘરે જતા હતા ત્યારે રસ્તામાં રેલ્વે સ્ટેશન ચોકથી આગળ પ્રેસીડેન્ટ હોટલની સામે રોડ ઉપર પાછળ આવી રહેલી જૂનાગઢ-રાજકોટ રૂટની ઈલેકટ્રીક એસટી બસના ચાલકે સ્કૂટરથી આગળ થવા બસને હંકારીને નીકળતા બસનો પાછળનો ભાગ મહિલાના સ્કૂટર સાથે અથડાતા સ્કૂટર સાથે ફંગોળાઈ જતા સબનમબાનુને માથા, ડાબા હાથ તથા પગમાં અને પુત્રને પણ માથાના પાછળના ભાગે ઇજા થતા બંનેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડ્રાઈવર બસ સાથે નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી ઈલેકટ્રીક બસ જૂનાગઢ-રાજકોટ રૂટની બસના ડ્રાઈવર વિરૂધ્ધ બસ ઝડપથી અને બેફીકરાઈથી ચલાવી ફરિયાદી તથા તેના પુત્રના સ્કુટર સાથે ભટકાવી અને ઈજાઓ પહોંચાડી નાસી ગયા અંગે ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝનના પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ ડી.કે. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!