જૂનાગઢ જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશ્નર વલ્લભભાઈ પટેલીયા રૂા.૧ર હજારની લાંચ લેતા ઝડપાયા

0


જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરોને લાંબા સમય પછી એક સફળતા મળી છે. ગઈકાલે અહીના જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરને ૧ર હજારની લાંચ લેતા ઝડપી કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસીબી પોલીસ ઈન્સ્પેકટર જે.બી. કરમુર સહિતના સ્ટાફે ગઈકાલે આ છટકુ ગોઠવ્યું હતું અને જેમાં એક અરજદાર જેઓએ લેટર ઓફ અંડર ટ્રેકિંગ સર્ટીફિકેટ આપવા સબબ આસીસ્ટન્ટ કમિશનરની ઓફીસ, જીએસટી કચેરી, ઘટક-૮૪, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે અરજી કરી હતી. જે કામ કરવા બદલ તેમની પાસે ૧ર હજારની લાંચની માંગ કરવામાં આવી હતી. જેથી અરજદારે એસીબીનો સંપર્ક કર્યો અને તે જ કચેરીમાં જીએસટી આસીસ્ટન્ટ કમિશ્નર વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયા(ઉ.વ.પ૭)ને અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ અંગે જૂનાગઢ એસીબીએ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!