જૂનાગઢમાં ગૌમાતાને માટે બનાવેલ વર્ષો જુના અવેડાને મનપા તંત્રએ તોડી નાખ્યો : ગૌપ્રેમીઓમાં રોષની લાગણી

0

ઉનાળાના બળબળતા સમયમાં જ મુંગા પશુઓની માટે પાણી માટેની વ્યવસ્થા તંત્રએ છીનવી લીધી

જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને મુંગા પશુઓને પાણી પીવા માટે બનાવેલા અવેડાને તોડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે મનપાના દબાણની ટીમે વણઝારી ચોકમાં ગાયોને પાણી પીવા માટેના અવેડાને તોડી નાખી અને કાર્યવાહી કરી હતી. તેની સામે રોષની લાગણી ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેરમાં ગત જુન માસમાં ભારે જળ હોનારત સર્જાઈ હતી અને તેના એક માત્ર કારણ એવા વોકળા ઉપરના ગેરકાયદેસર દબાણો ગણવામાં આવી રહ્યા છે અને આ બાબતે અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ મનપા તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. એટલું જ નહી નાના માણસોના ઝુંપડા તોડીને સંતોષ માની લેનાર મનપા તંત્રની ડિમોલેશનની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી હતી. બીજી તરફ જળ હોનારતના બનાવ બાદ મનપાએ ૧ર૦થી વધુ નોટિસો દબાણ કરનારાઓને પાઠવી છે પરંતુ નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી કરી નથી અને જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપેલો છે. બીજી તરફ હાલ ઉનાળાના આ દિવસોમાં મુંગા પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા હોય તેવા સંજાેગોમાં જ મનપા તંત્રએ વણઝારી ચોક જૂનાગઢ નવા નાગરવાડા વિસ્તારમાં વર્ષો જુનો પાણીનો અવેડો ગેરકાયદેસર દબાણ સમજીને તોડી નાખેલ છે. જેની સામે લોકોમાં રોષ છવાયેલો છે.

error: Content is protected !!