જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિરાભાઈ જાેટવાને ટિકીટ ફાળવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

0

ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લોકસભાની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કરતા જૂનાગઢની બેઠક માટે હિરાભાઈ જાેટવાના નામની જાહેરાત થતા શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડાની આતશબાજી અને ઢોલ વગાડી ખુશી જાહેર કરી

જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા જૂનાગઢ જીલ્લાના વરિષ્ઠ અગ્રણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ એવા આહિર સમાજના અડીખમ નેતા હિરાભાઈ જાેટવાને ટિકીટની ફાળવણી કરતા જૂનાગઢ શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે અને ગઈકાલે રાત્રીના જ જૂનાગઢ ખાતે આવેલા કોંગ્રેસ ભવન ખાતે શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાની આતશબાજી, ઢોલ વગાડી અને ખુશી વ્યકત કરવામાં આવી હતી.
આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાંય ગુજરાતની ર૬ બેઠકો પૈકી કેટલીક બેઠકો ઉપર ઉમેદવારને લઈને વિરોધના સુર ઉઠવા પામેલ છે અને હજુ પરિસ્થિતિ થાળે પડી નથી. ગુજરાતની જે ત્રણથી ચાર બેઠક ઉપર વિવાદીત ચાલી રહ્યો છે. આ ઉપરાંત જૂનાગઢની લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કે જે બે ટર્મથી સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા છે તેવા સિટીંગ મેમ્બર રાજેશ ચુડાસમાને ટિકીટની ફાળવણી કરી છે ત્યારે તેમની સામે પણ જુદા-જુદા પ્રશ્ને વિવિધ સમાજ અને મતદારોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. આ દરમ્યાન લોકસભાની આ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ ગિરનાર કમલમના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ બે દિવસ બાદ જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જૂનાગઢની ઓચીંતી મુલકાત લીધી હતી અને ગિરનાર કમલમ ખાતે પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. એટલું જ નહી વિવિધ સમાજના અગ્રણીઓની પણ બેઠક બોલાવી હતી અને જૂનાગઢ શહેર અને જીલ્લાના વિકાસ કરવા અંગેની કટીબધ્ધતા વ્યકત કરી હતી અને આ રીતે જૂનાગઢની લોકસભાની બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાની તરફેણમાં લોકોનો જાેક વડે તે માટે પ્રયાસો કર્યા છે. તો બીજી તરફ ભાજપે તો પોતાના ઉમેદવાર જૂનાગઢ બેઠક માટે જાહેર કરી અને પ્રચાર તંત્ર પણ શરૂ કરી દીધુ છે પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા જૂનાગઢની બેઠક માટે ઉમેદવાર જાહેર થયા ન હતા. જાેકે જૂનાગઢની બેઠક ઉપર વરિષ્ઠ આગેવાન એવા હિરાભાઈ જાેટવા ફાઈનલ હતા પરંતુ તેના નામની જાહેરાતની રાહ જાેવાતી હતી. આ દરમ્યાન કોંગ્રેસ હાઈકમાન્ડે ગઈકાલે રાત્રીના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરાની બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે જૂનાગઢની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિરાભાઈ જાેટવાનું નામ થતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જાણકારોના મતે જાહેર જીવનમાં ઘણા લાંબા સમયથી રહેલા હિરાભાઈ જાેટવા જૂનાગઢ જીલ્લાના દરેક સમાજ સાથે ખુબ જ સારા સંબંધ ધરાવે છે. એટલું જ નહી તેમની કાર્ય પ્રણાલીને લઈને પણ મોટો ચાહક વર્ગ ધરાવે છે. સારી એવી ચાહના ધરાવનારા હિરાભાઈ જાેટવાને જયારે કોંગ્રેસ તરફથી જૂનાગઢ બેઠક માટે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે લોકસભાની આ ચૂંટણીમાં જૂનાગઢની આ બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવાની બરાબર જંગ જામશે તેવું મનાઈ રહ્યું છે.

error: Content is protected !!