જૂનાગઢ શહેરમાં આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૪ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી અને ચાર શખ્સોને ઝડપી લઈ કુલ રૂા.૧,૬૮,પ૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ગોધાવાવની પાટી, તંબોળીનો ડેલો, ગિરનાર દરવાજા રોડ ઉપર બનેલા બનાવ અંગે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડકોન્સ્ટેબલ આઝાદસિંહ મુળુભાઈએ જાતે ફરિયાદી બની અને પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર આ કામના આરોપી કલ્પેશ ઉર્ફે કાલુ રસીકભાઈ ખોડા(ઉ.વ.૩૮) રહે.તંબોળીના ડેલામાં તેમજ આનંદભાઈ મનસુખભાઈ અદ્રપીયા(ઉ.વ.૪પ) રહે.અયોધ્યા એપાર્ટમેન્ટ ચોથો માળ, બ્લોક-ર૭, જૂનાગઢ, આનંદ ભરતભાઈ પટ્ટણી(ઉ.વ.૩૩) રહે.તંબોળીના ડેલામાં, નિલેશભાઈ પરષોતમભાઈ ખીમાણી(ઉ.વ.૪૭) રહે.કડીયાડ સરકારી કુવા વાળી શેરી, રત્નદિપ એપાર્ટમેન્ટ, ૧૦૧ તેમજ હાજર નહી મળી આવેલ ભાવેશભાઈ વણજારા રહે.જેતપુર તેમજ બંને લેપટોપમાં રહેલ સોફટવેરામાંથી મળી આવેલા ગ્રાહકો તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી નં-૧એ આરોપી નં-પ પાસેથી આઈડી મેળવી આરોપી નં-ર થી ૪ મારફતે આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૪ની ક્રિકેટ મેચ ઉપર લેપટોપ તથા મોબાઈલ ફોન દ્વારા હાજર નહી મળી આવેલ ગ્રાહક સાથે ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી ક્રિકેટ સટ્ટાના સોદા કરી હારજીતના નાણાંની હવાલા દ્વારા આપ લે કરી રેઈડ દરમ્યાન રોકડા રૂા.૧૬,૦૮૦, મોબાઈલ ફોન-૮ કિ.રૂા.૪૪,૦૦૦, ટેબલેટ-૧ કિ.રૂા.૧૦,૦૦૦, લેપટોપ-ર કિ.રૂા.ર૦,૦૦૦, ટીવી-૧ કિ.રૂા.૩૦૦૦, સેટોપ બોક્ષ-૧ કિ.રૂા.પ૦૦ તથા મોટરસાઈકલ નંગ-૩ કિ.રૂા.૭પ,૦૦૦ મળી કુલ રૂા.૧,૬૮,પ૮૦ના મુદ્દામાલ સાથે આરોપી નં-૧ થી ૪ ના પકડાઈ જઈ તેમજ બાકીના હાજર નહી મળી આવી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪, પ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી.કે. ઝાલા ચલાવી રહ્યા છે.