જૂનાગઢમાં ભાજપના ૪પમાં સ્થાપના દિન નિમિતે યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજાશે

0

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિન નિમિતે જૂનાગઢ સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. સ્થાપના કાળથી લઈ અને છેલ્લા ૪૪ વર્ષોમાં કળીમાંથી ફુલ અને ફુલમાંથી આખું ઉપવન બની ગયો છે તેવા ભાજપની શાખાઓ હવે ચોમોરે વિસ્તરી ગઈ છે. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિતે યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવનાર છે. લોકસભા મધ્યસ્થ કાર્યાલય નાની દાણાપીઠ સોસાયટી, કોલેજ રોડ ખાતેથી આજે સાંજના પઃ૩૦ કલાકે આ બાઈક રેલી યોજાશે. કોલેજ રોડ, સરદાર ચોક, કાળવા ચોક, ડો.આંબેડકરજીની પ્રતિમા, એમજી રોડ, આઝાદ ચોક, ચીતાખાના ચોક, ગાંધીચોક, બસ સ્ટેશન અને ઝાંસીની રાણી સર્કલ સુધી આ રેલી યોજાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!