મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ વણજાેયા મુહુર્તનો દિવસ

0

નવદુર્ગા માતાજી અશ્વ ઉપર સવાર થઈ અને પધારશે : ચૈત્ર શુદ એકમને મંગળવાર તા.૯-૪-ર૪ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ


મંગળવારે નવરાત્રી શરૂ થતા હોવાથી નવદુર્ગા માતાજી અશ્વ ઉપર સવાર થઈ અને પૃથ્વી ઉપર પધારશે. માતાજીની સવારી અશ્વ ઉપર હોવાથી યુધ્ધ જેવું વાતાવરણ રહે આથી લોકોએ શાંતી રાખવી જરૂરી. વર્ષમાં ચાર વણ જાેયા મુહુર્તના દિવસે આવે છે. ૧. બેસતુ વર્ષ, ર.ચૈત્ર શુદ એકમ, ૩. અખાત્રીજ, ૪. દશેરા. પંચાગ પ્રમાણે આ ચાર દિવસેને વણજાેયા મુહુર્તના દિવસે કહેવાય છે. આથી મંગળવારે કોઈ પણ શુભ કાર્ય થય શકશે. આ દિવસે મુહુર્ત જાેવાની જરૂર નથી. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. ૧. આસો નવરાત્રી, ર. મહાનવરાત્રી, ૩. ચૈત્ર નવરાત્રી, ૪. અષાઢ નવરાત્રી તે ઉપરાંત શાંકભરી નવરાત્રી પણ આવે છે. ચૈત્રી નવરાત્રીને રામનવરાત્રી પણ કહેવામાં આવે છે. આ નવરાત્રી દરમ્યાન મા નવદુર્ગા ઉપસના ઉપરાંત શ્રી રામચંદ્ર ભગવાનની ઉપાસનાનું મહત્વ પણ વધારે છે. આ નવરાત્રીમાં કુળદેવીના મંત્ર જપ કરવા નવાર્ણમંત્રના જપ કરવા ઉત્તમ ફળ અપાશે. તે ઉપરાંત ચૈત્રી નવરાત્રી દરમ્યાન રામ નામના જપ કરવા શ્રી રામચરીત્ર માનસના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવાથી ઘરમાં શાંતી મળશે. વાસ્તુદોષ દુર થશે. સાસરીક જીવનમાં મીઠાશ આવશે. ચૈત્ર નવરાત્રીનું ઘટ્ટસ્થાપના મુહુર્ત સવારે ૧૧ઃ૧પથી ર વાગ્યા સુધી. લાભ તથા અમૃત ચોઘડીયા દરમ્યાન અભિજીત મુહુર્ત બપોરે ૧રઃર૩ થી ૧ઃ૧૩ આ સમય શુભ છે. ૧. મંગળવારે તા.૯ એપ્રિલ પહેલા નોરતે અમૃત સિધ્ધી યોગ સવારે ૭ઃ૩રથી આખો દિવસ રાત્રી કુળદેવી ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ. ર. શુક્રવારે તા.૧ર એપ્રિલ ગણપતિ ઉપાસના ગણપતી દાદાને દુર્વા ચડાવી. ૩. શનીવારે તા.૧૩ એપ્રિલ શ્રી પંચમી લક્ષ્મીપંચમી શ્રીયંત્રની પુજા કરવી, શ્રી સુકતના પાઠ કરવા ઉત્તમ. ૪. રવિવારે તા.૧૪ એપ્રિલ સૂર્યષઢટી સૂર્ય ઉપાસના સૂર્યને અર્ધ ખાસ આપવું. આદિત્ય કુદયના પાઠ કરવા. કુળદેવી તથા નવદુર્ગા માતાજીની ઉપાસના કરવી. માં રાંદલ માતાજીની પુજા માટે ઉત્તમ દિવસ. પ. મંગળવારે તા.૧૬ એપ્રિલ દુર્ગાષ્ટમી મા નવદુર્ગા ઉપસાન કરવી. ૬. બુધવારે તા.૧૭ એપ્રિલ રામનવમી નવરાત્રી સમાપ્ત.
માતાજીને નવરાત્રી દરમ્યાન નૈવેધની વિગત
પહેલા નોરતે મંગળવારે ખીરપુરી, બીજા નોરતે બુધવારે પેડા, ત્રીજા નોરતે ગુરૂવારે શ્રીફળ અથવા તેની વાનગી, ચોથા નોરતે શુક્રવારે સાકર વાળુ દુધ, પાંચમા નોરતે શનિવારે તલની વાનગી, છઠ્ઠા નોરતે રવિવારે ખીર-પુરી, સાતમા નોરતે સોમવારે સાકર ધરાવી, આઠમાં નોરતે મંગળવારે દુધીનો હલવો, નવમાં નોરતે બુધવારે પંચામૃત અને શિરો.
– શાસ્ત્રી રાજદિપ જાેષી(વૈદાંત રત્ન)

error: Content is protected !!