જૂનાગઢના ખામધ્રોળ રોડ, સત્યમ પાર્ક સોસાયટી, નવી આરટીઓ ઓફિસ પાસે રહેતા વિજયભાઈ અમૃતલાલ કુબાવત(ઉ.વ.૬૧) ઉપર લેણું વધી જતા ઘઉંમાં નાખવાના ટીકડા સેલફોર્સ પી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં ફરજ ઉપરના ડોકટરે તેમને મૃતપાય જાહેર કરેલ છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.