ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી યોજાઇ

0

ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા પ્રમુખ વિનસ હદવાણીના અધ્યશસ્થાને ૮૬-જૂનાગઢ વિધાનસભામાં બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહામંત્રી ભરત શિંગાળા, મનન અભાણી, વિનોદ ચાંદગેરા, યુવા મોરચાના પ્રમુખ વિનસ હદવાણી, મહામંત્રી અભય રીબડીયા, પરાગ રાઠોડ, મોરચા પ્રદેશ કારોબારી સદસ્ય ચિરાગ શેઠીયા, લોકસભાના વિસ્તારક વૈભવભાઈ પટેલ, વિવિધ મોરચાના હોદેદારો વોર્ડ પ્રમુખ મહામંત્રી વગેરે કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!