જૂનાગઢના શિક્ષણ વિદ્દ ડો. જીતુભાઈ ખુમાણને અતુલ્ય વારસો દ્વારા આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪ એનાયત

0

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ ક્ષેત્રમાંથી માત્ર એક ડો. જીતુભાઈ ખુમાણની પસંદગી

હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા જૂનાગઢના કાઠી કન્યા છાત્રાલયના શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર ડો. જીતુભાઈ ખુમાણને અતુલ્ય વારસો દ્વારા આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪ માટે પસંદગી થઇ છે. તારીખ ૭ને રવિવારે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીનગર ખાતે પ્રદીપ સિંહ રાઠોડ એડિશનલ કલેકટરના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. જીતુભાઈ ખુમાણએ સતત ૧૭ વર્ષથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાઉન્સેલર તરીકે સેવા આપી હતી. તેમજ જૂનાગઢ અને સમગ્ર ગુજરાતની સ્કૂલો, કોલેજાે અને યુનિવર્સિટીઓમાં ૧૫૦થી વધુ લેક્ચર વિનામુલ્યે આપી ચૂક્યા છે. તેમજ દરેક સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં મોટીવેશનલ લેક્ચર કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર આપી રહ્યા છે. તેમની આ નિઃશુલ્ક ઉત્તમ પ્રકારની સેવાને કારણે શિક્ષણ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ ડો. જીતુભાઈ ખુમાણની પસંદગી આ એવોર્ડ માટે થઈ છે તેમજ તેઓને ગુજરાત સરકાર દ્વારા પણ વર્ષ ૨૦૨૧માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહ ગાંધીનગર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીનગરમાં યોજાયો હતો. જેમાં પદ્મશ્રી જાેરાવરસિંહ જાદવ, વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી દિલ્હી પ્રદીપ સિંહ રાઠોડ, કુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાય, ડો. વિશાલભાઈ જાેશી, અતુલ્ય વારસો મેનેજીંગ ટ્રસ્ટી કપિલભાઈ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!