જૂનાગઢની જાણીતી સેવા ભાવિ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૫-૪-૨૪ના અંબિકા ચોક ખાતે સુશીલાબેન શાહ સત્સંગ હોલમાં જૂનાગઢ નિવાસી દેવીપુજક સમાજની દીકરી ચિ. બિંદિયાબેન રસિકભાઈ સોલંકીના ૮૦માં ATM(એની ટાઈમ મેરેજ) – લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા. જેમાં ૭૦ જેટલી કરિયાવરની વસ્તુઓ દાતા નયમભાઈ કૈલાશભાઈ કારાવદરા તેમજ જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા સાથે સંસ્થાના સહીયારા પ્રયાસો દ્વારા આ દીકરીને આપીને આશીર્વાદ આપ્યા સાથે પુણ્યનું કાર્ય કર્યું હતું. જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાનો દાણો, ૧૫ જાેડી કપડા, ડબલબેડ સેટી પલંગ, વુડનો કબાટ, ટીપોઈ, ઘરચોળું, સ્ટીલના વાસણ અને કટલેરીની વિવિધ વસ્તુઓ આપી દીકરીને હરખભેર સાસરે વડાવેલ હતી. આ લગ્ન પ્રસંગમાં જૂનાગઢના લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, જન સેવા સમાજ ટ્રસ્ટના ભાવેશભાઈ ભોગાયતા, દ્વારકાથી પધારેલ શીવામહારાજ, દામજીભાઈ પરમાર, પુષ્પાબેન પરમાર વિગેરે ઉપસ્થિત રહીને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન પ્રસંગને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ મનસુખભાઈ વાજા સાથે અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, શાંતાબેન બેસ, કે.એસ. પરમાર, અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, સરોજબેન જાેષી, કમલેશભાઈ ટાંક, મનોજભાઈ સાવલિયા વિગેરે મિત્રોએ જહેમત ઉઠાવી પ્રસંગને સંપન્ન કર્યો હતો.