ખેત મજુર યુવાન ઉપર હુમલો કરનાર વન્યપ્રાણી સિંહ પાંજરે પુરાયો

0


બિલખા તાબેના ઉમરાળા ગામે વન્યપ્રાણી દ્વારા ખેત મજુર ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલીક વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને આખરે વન્યપ્રાણી સિંહને રેસ્કયુ કરી પકડી લઈ તેને લામડીધાર થાણા ખાતે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ વન વિભાગના ડુંગર ઉત્તર રેન્જ હેઠળના રણશિવાવ રાઉન્ડનાં ઉમરાળા ગામે વન્ય પ્રાણી સિંહ દ્વારા અનિલભાઈ વેસુભાઈ વાસુનિયા(ઉ.વ.૨૦) નિવાસી મધ્ય પ્રદેશને ગઈકાલે સવારે ૭ કલાકે હુમલો કરી કમરનાં ભાગે ગંભીર ઇજા કરવાનો બનાવ બનવા પામેલ અને આ અંગેની જાણ નાયબ વન સંરક્ષક જૂનાગઢનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વન વિભાગનાનાં સ્ટાફ તેમજ વેટનરી ડો. સકકરબાગ ઝૂ ટીમ દ્વારા બનાવ બાદ તાત્કાલિક કાર્યવાહી કરી વન્યપ્રાણી સિંહ પકડવાની રેસ્ક્યુંની સફળતા પૂર્વકની કામગીરી કરવામાં આવેલ હતી. ત્યારબાદ વન્યપ્રાણીને પકડી લઈ અને ત્યાંથી લામડીધાર થાણા ખાતે તાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!