બિલખામાં એસટીના કર્મચારીઓ માટે નિદાન કેમ્પનું સફળ આયોજન થયું

0

જૂનાગઢ જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા બિલખા એસટીના કર્મચારીઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સ્ટાફ દિવ્યાબેન સોલંકી, કિશનભાઈ વૈદ્ય, જયોત્સનાબેન દેવમૂરારી તેમજ એસટીના સ્ટાફ ગજુભાઈ વાંકના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. જયારે આ નિદાન કેમ્પમાં સ્ટાફગણ સહિત અનેક લોકો જાેડયા હતા અને પોતાનું નિદાન કરાવ્યું હતું. ત્યારે આ નિદાન કેમ્પ એસટી કર્મચારી મંડળની જેહમતથી સફળ રીતે સંપન્ન થયો હતો.

error: Content is protected !!