વંથલી તાલુકાના શાપુર નજીક છકડો રિક્ષા-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મૃત્યું

0

જૂનાગઢના બે મિત્રો બાઈક લઈને ગઈકાલે સવારે વંથલી જતા હતા ત્યારે રસ્તામાં શાપુર પાસે હાઈવે ઉપર એક છકડો રિક્ષા સાથે તેમનો ગંભીર અકસ્માત થતા બાઈકમાં બેઠેલ એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. જયારે રિક્ષા ચાલક અને બાઈક ચાલક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢમાં ભારત મિલના ઢોરા પાસે રહેતા વલી મહમદ જુસબભાઈ સુમરા(ઉ.વ.૪૯)નો દિકરો રિયાઝ(ઉ.વ.રર) અને તેનો મિત્ર મહેશ કાંતિભાઈ ચૌહાણ(ઉ.વ.ર૪) બંને ભાઈબંધ ગઈકાલે સવારે ૧૦ કલાકે ઘરેથી બાઈક લઈને કામકાજ માટે વંથલી જતા હતા ત્યારે રસ્તામાં ૧૦ઃ૩૦ કલાકે શાપુર પાસે ચીનીયા પાસે હાઈવે ઉપર અચાનક છકડો રિક્ષા નંબર જીજે-૧૧-જે-૭૯૮૮ના ચાલક યાસીન દાદાભાઈ સિપાઈ(વંથલી) સાથે અકસ્માત થતા બંને મિત્રો અને રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં રિયાઝ સુમરા(ઉ.વ.રર)નું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે તેના મિત્ર મહેશ ચૌહાણ અને રિક્ષા ચાલક યાસીન સિપાઈને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વલીમહમદ જુસબભાઈ સુમરાએવંથલી પોલીસમાં રીક્ષાચાલક યાસીનભાઈ દાદાભાઈ સામે બેફીકરાઈથી અને પુરઝડપે છકડો રિક્ષા ચલાવી સાહેદ મહેશભાઈ ચૌહાણની ટુવ્હીલ નંબર જીજે-૧૧-સીકે-૭૪ર૮ સાથે ભટકાવી મહેશભાઈને ઈજા પહોંચાડી તેમજ ફરિયાદીના દિકરા રિયાઝને ગંભીર ઈજા પહોંચાડી તેનું મૃત્યું નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે છકડો રિક્ષા ચાલક વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!