જૂનાગઢમાં ભેળસેળ યુકત આયુર્વેદિક સીરપ પ્રકરણમાં ત્રણ સામે કાર્યવાહી : બે શખ્સોની ધરપકડ

0

જૂનાગઢ શહેરમાં આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલ તેમજ કેમિકલ ભેળવી અને આ ભેળસેળ વાળુ સીરપ પીવાથી માણસનું મૃત્યું થવાની પુરેપુરી સંભાવના હોવાનું જાણવા છતાં આયુર્વેદિક સીરપમાં આલ્કોહોલ સહિતનું દ્રવ્ય મેળવી અને ભેળસેળ કરી ભેળસેળ યુકત સીરપને વેંચાણ કરવાના ઈરાદે ગુનાહિત કાવતરૂ કરવા અંગે ત્રણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં ૧૦ મહિના અગાઉ પોલીસે પ લાખનું પ૮૧ બોટલ આયુર્વેદિક સીરપ કબ્જે કર્યું હતું. સીરપમાં ઈથાઈલ, આઈશો પ્રોપાઈલ આલ્કોહોલ ભેળસેળનો રિપોર્ટ આવતા અંતે વિશ્વાસઘાતનો ગુનો નોંધી ર શખ્સની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના જાેષીપરાના આંબાવાડી વિસ્તારમાં આશિયાના સોસાયટી પાસે આવેલ ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ્રીક્સ નામની દુકાન ધરાવતો મુકેશ ઘનશ્યામભાઈ બજાજની દુકાનમાં ૯ જુન ર૦ર૩ના રોજ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી દુકાન તેમજ આ દુકાનદારના રહેણાંક મકાનની પણ ઝડપી લેતા કુલ રૂપીયા પ,૦૯,ર૩૪નો જુદી-જુદી કંપનીના આયુર્વેદિક સીરપની ૩૪૧૬ બોટલ કબ્જે લઈ મુકેશ બજાજની પુછપરછ હાથ ધરતા આયુર્વેદિક સીરપનો જથ્થો જૂનાગઢના રહેઠાણ ફળીયામાં રહેતા આદિલ દાઉદભાઈ મુલ્લા પાસેથી ખરીદ્યો હોવાનું અને આદિલે ભાવનગરના લખધીરસિંહ જાડેજા પાસેથી આયુર્વેદિક સીરપ મંગાવી મુકેશ ઘનશ્યામની વેંચાણ માટે આપ્યું હોવાનું ખુલ્યું હતું. આયુર્વેદિક સીરપના સેમ્પલ પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. એફએસએલના અભિપ્રાય મુજબ આયુર્વેદિક સીરપમાં ઈથાઈલ આલ્કોહોલ અને આઈસો પ્રોપાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું જણાયું હતું. આ આર્યુવેદિક સીરપ ૧૦૦ ટકા હર્બલ ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઈરાદે કે જે અખાદ્ય હોય જેનો ઉપયોગ કેમિકલ પ્રોડકટ તરીકે અને હેન્ડ સેનેટાઈઝરમાં થતો હોય તે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યું થવાની સંભાવના હોવાનું જાણવા છતાં આયુર્વેદિક બોટલમાં ઉમેરી ગુનો આચરવામાં આવ્યો હોય જેથી સોમવારની રાત્રે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ ડી.કે. ઝાલાએ ત્રણેય શખ્સ વિરૂધ્ધ જુદી-જુદી કલમ હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી મુકેશ બજાજ અને આદિલ મુલ્લાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!