જૂનાગઢમાં સિંધી નૂતન વર્ષ ચેટીચંડની ધામધુમથી ઉજવણી, કાલે શોભાયાત્રા

0

આજે શહેરમાં બહિરાણા સાહેબનું પરીભ્રમણ, બપોરે ભંડારો, સાંજના મ્યુઝીકલ પાર્ટી, સમુહ પ્રસાદ ભોજન સહિતના કાર્યક્રમો સાથે આયો લાલ ઝુલેલાલના નાદ સર્વત્ર ગુંજી ઉઠ્યા

સિંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી, ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને આવતીકાલે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રમાંથી ૩પથી વધુ ઝાંખીઓ આ શોભાયાત્રામાં જાેડાશે અને જે અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી નૂતન વર્ષ ચેટીચંડની ભવ્યતી ભવ્ય ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે અને આવતીકાલે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવનાર છે. જૂનાગઢમાં ઝુલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા સિંધી નૂતન વર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સિંધી નૂતન વર્ષ અંતર્ગત બપોરે ૧ર કલાકે બહિરાણા સાહેબનો ભંડારોના કાર્યક્રમ યોજાયો છે. જયારે સાંજના ૮ કલાકે જય ઝુલેલાલ મ્યુઝકલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ઝુલેલાલ વાડી ખાતે યોજવામાં આવશે. ઝુલેલાલ સેવા મંડળ તથા સમસ્ત સિંધી પંચાયત જૂનાગઢ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં ફરશે તેમજ સાંજે ૮ કલાકે સિંધી સંગીત મ્યુઝીકલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં ચેટીચંડ પર્વની ઉજવણી અંતર્ગત લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા આજે સાંજે પઃ૩૦ કલાકથી માંગલ્ય પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે જ્ઞાતિ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ સિંધી પરિવારોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. ભાગચંદભાઈ સુખવાણી(કાળુભાઈ) તેમજ લાલચંદભાઈ ગહેલાણીના માર્ગદર્શન હેઠળ યોગેશભાઈ ઢાલાણી, નિતીનભાઈ સુખવાણી અને કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વિશેષમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ચેટીચંડ પર્વની ઉઝવણી અંતર્ગત આજે અને આવતીકાલે બે દિવસ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે ત્યારે જૂનાગઢમાં આવતીકાલ તા.૧૧ એપ્રિલ અને ગુરૂવારે રેલ્વે સ્ટેશન ખાતેથી બપોરના ૩ કલાકે એક ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી ૩પથી વધુ ઝાંખીઓ જાેડાશે. જેમાં વંથલી, માણાવદર, બાંટવા, કુતિયાણા, રાણાવાવ, પોરબંદર, ધોરાજી, ઉપલેટા, અમરેલી, ધારી, જેતપુર, ગોંડલ, રાજકોટ, જામનગર, માળીયા, કેશોદ, વેરાવળ, તાલાળા, કોડીનાર, મેંદરડા અને જૂનાગઢના બહિરાણા મંડળીઓ અને ઝાંખીઓ ભાગ લેશે. આ શોભાયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થશે અને વિવિધ વિસ્તારોમાં ફરી દામોદર કુંડ ખાતે સંપન્ન થશે. ત્યાં ઝુલેલાલ સાહેબની જયોત પધરાવવામાં આવશે. શોભાયાત્રા પુર્ણ થયા બાદ રાત્રે શોભાયાત્રામાં જાેડાયેલા ઝાંખીઓને મેડલ અને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. આ ઉપરાંત માંગનાથ બજારમાં સૌ સિંધી સમાજના વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર, દુકાનો આગળ કમાનો બાંધીને ઉજવણી થશે તેમજ દુકાનો આગળઘ સરબત, છાશ, જયુશ, ચણા, ગાંઠીયાના પ્રસાદનું વિતરણ થશે. તેમજ બેન્ડવાજા વગાડીને રાસ લેવામાં આવશે અને ચેડીચંડની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે બપોરે યોજાનાર શોભાયાત્રામાં સિંધી સમાજના પરિવારો સંતો, ભાવિકો જાેડાશે તેમજ આ શોભાયાત્રામાં વિવિધ ફલોટ પણ જાેડાશે. સિંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ઉજવણી અંતર્ગત આજે અને આવતીકાલે બે દિવસ ભવ્યાતી ભવ્ય ઉજવણી સાથે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને આયો લાલ ઝુલેલાલના નાદ સર્વત્ર ગુંજી રહ્યા છે.

error: Content is protected !!