જૂનાગઢના દોલતપરા પાસે વનરાજ બેસન મીલ નજીક રહેતા સુધીર અર્જુનભાઈ રાજવંશ(ઉ.વ.૩પ)એ અજય રાજવંશી, નવદેશ રાજવંશી, કારૂ રાજવંશી વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તેના પત્ની ઘરે હાજર હોય અને ફરિયાદીએ આરોપીઓ પાસે પોતાનો ગયા મહિનાનો બાકી રહેલ પગારના પૈસાની માંગણી કરતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો કાઢી આરોપી નં-૧નાએ ફરિયાદીને લોખંડના પાઈપથી જમની બાજુ કાન પાસે તથા ડાબી બાજુ કમરના ભાગે તથા જમણા પગે માર મારી તેમજ સાહેદ ફરિયાદીના પત્ની વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર મારી એકબીજાએ મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.