ઇસરોના START કાર્યક્રમ અંતર્ગત સોલાર સિસ્ટમની માહિતી આપતા કોર્સનું રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે અનેરૂ આયોજન

0

ભારત સરકારના ઇસરો દ્વારા અવકાશવિજ્ઞાનમાં ખાસ રૂચિ ધરાવતા લોકો માટે આપણા સુર્યમંડળ વિશે માહિતી આપતા “એક્સપ્લોરેશન ઓફ સોલાર સિસ્ટમ” નામના ઓનલાઈન કોર્ષની શરૂઆત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર કચેરીને મુખ્ય નોડલ સંસ્થા અને આ કચેરી હેઠળ કાર્યરત રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટને પેટા નોડલ સેન્ટર તરીકે નીમવામાં આવેલ છે. આ ઓનલાઈન કોર્ષમાં ભાગ લેવા માટે નિયત લીંક રંંॅજઃ//ીઙ્મીટ્ઠહિૈહખ્ત.ૈૈજિ.ર્ખ્તદૃ.ૈહ/ીઙ્ઘેજટ્ઠંિીખ્તૈજંટ્ઠિંર્ૈહ/જંેઙ્ઘીહં ઉપર તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. આ કાર્યક્રમ તા. ૨૪ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૧૦ મે, ૨૦૨૪ સુધી યોજાશે. જેનો સમય બપોરે ૩ કલાકથી સાંજના ૫ઃ૩૦ કલાકનો રહેશે. આ કોર્ષમાં ઇસરોના વિવિધ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા અંતરીક્ષ અને સુર્યમંડળ વિશે આશરે ૨૦ જેટલા ઓનલાઈન લેક્ચર દ્વારા માહિતી આપવામાં આવનાર છે. આ કોર્ષમાં ભાગ લેવા ત્રણ કેટેગરી નિયત કરવામાં આવી છે. જેમાં પ્રથમ કેટેગરીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કોર્ષ(ફીઝીક્સ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ, મીકેનીકલ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનીક્સ એપ્લાઈડ મીકેનીક્સ, રેડિયો ફીઝીક્સ અને અન્ય સંબંધિત વિષયો વગેરે)માં માસ્ટર ડીગ્રીમાં અભ્યાસ કરતા તેમજ આ વિષયોના ગ્રેજ્યુએશનમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કોઈપણ કોલેજ પોતાને ત્યાં ચાલતા આગળ જણાવેલ કોર્ષના વિદ્યાર્થીઓને આ ઓનલાઈન કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ કોર્ષમાં ભાગ લીધેલ તમામ ઉમેદવારો, શૈક્ષણિક સંસ્થાઓ અને તેના કો-ઓર્ડીનેટરશ્રીઓને ઇસરો તરફથી પાર્ટીસીપેશન સર્ટીફીકેટ મળશે તેમજ આ કોર્ષની પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇસરો તરફથી મેરીટ સર્ટીફિકેટ પણ મળશે. બીજી કેટેગરીમાં ઉપરોક્ત દર્શાવેલ કેટેગરીમાં ના હોઈ તેવા અન્ય વિદ્યાર્થીઓ કે કોઈ વ્યક્તિ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે જે માટે તેઓને પાર્ટીસીપેશન સર્ટીફીકેટ મળવા પાત્ર છે. કેટગરી એક અને બે માટે ઓનલાઈન ઈ-ક્લાસમાં જોડાવાનું રહેશે જેમાં ૭૦% હાજરી ફરજીયાત છે. ત્રીજી કેટેગરીમાં ઉપરોક્ત કેટેગરી સિવાયના કોઇપણ ઉમેદવાર ઇસરોના નિયત યુટ્યુબ લીંક દ્વારા ઓનલાઈન ઈ-ક્લાસમાં જોડાઈ શકે છે. રજીસ્ટ્રેશનનું વેરીફીકેશન થયા બાદ ઉમેદવારોને તેઓના ઈ-મેઈલ આઈડી ઉપર ઇસરો દ્વારા લોગીન આઈડી અને પાસવર્ડ મોકલી આપવામાં આવશે જેના દ્વારા તેઓએ ઉપર્યુક્ત ઓનલાઈન કોર્ષમાં જોડાવાનું રહેશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે પણ આ કોર્ષના ઓનલાઈન સેશનની વ્યવસ્થા કરવામાં આવશે જે નિઃશુલ્ક રહેશે. આ કોર્ષમાં રજીસ્ટ્રેશન માટે તેમજ અન્ય જરૂરી માહિતી માટે સંસ્થાના ટેલીફોન નં. ૦૨૮૧-૨૯૯૨૦૨૫ અથવા મો. ૯૦૩૩૫ ૮૨૦૦૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

error: Content is protected !!