જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ચેટીચંડ પર્વની સીંધી સમાજને પાઠવી શુભકામના

0

શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં બંદોબસ્તની જાળવણી અને પ્રશંસનીય કામગીરી કરવા સબબ સીંધી સમાજ દ્વારા પણ જીલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનું સન્માન કરાયું

જૂનાગઢ શહેરમાં સીંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ભારે ઉત્સાહમય ઉજવણી કરવામાં આવી હતી. સીંધી સમાજ દ્વારા આયોજીત ચેટીચંડ તહેવાર નીમીતે એક ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત જીલ્લા પોલીસ વડા હર્ષદ હમેતા, ડીવાયએસપી હિતેષ ધાધલીયા તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા શાંતિપુર્ણ રીતે ઉજવણી સંપન્ન થાય તે રીતે સુંદર મજાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો શાંતિપુર્ણ યોજાયા હતા. જીલ્લા પોલીસ વડાએ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જાતે સુપરવિઝન કરી અને બંદોબસ્ત ગોઠવી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આ તકે જીલ્લા પોલીસ વડાએ સીંધી સમાજને ચેટીચંડ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે સીંધી સમાજના અગ્રણીઓ દ્વારા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનો આભાર માની અને સન્માન પણ કરવામાં આવેલ હતું.

error: Content is protected !!