જૂનાગઢમાં ભાવિ પતિએ આપઘાત કર્યો હોવાની જાણ થતા યુવતિએ ઝેરી ટીકડા ખાઈ જીવનનો અંત આણ્યો : અરેરાટી

0

જૂનાગઢમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવી નાખ્યાની સર્જાયેલી કરૂણાંતીકાને પગલે શોકની લાગણી

જૂનાગઢ શહેરમાં અમુક સમયના અંતરે આશાસ્પદ યુવાન અને યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવને પગલે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. યુવાને કોઈ કારણસર આપઘાત કરી લીધાના બનાવ અંગેની જાણ તેની મંગેતરને થતા તેણે પણ ઝેરી દવા પી લઈ અને આત્મહત્યાનું પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ બનાવથી સમાજ સ્તબ્ધ બન્યો છે અને એકસાથે બંનેની અંતિમ યાત્રા યોજાતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે મળતી વિગત અનુસાર, જૂનાગઢમાં બિલખા રોડ ઉપર ધરાનગરમાં રહેતા હિરેનભાઈ બાબુભાઈ ભાસ્કર(ઉ.વ.રપ)ની ધરાનગરથી ડાબી તરફના ગિરનારના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો અને અગમ્ય કારણોસર હિરેનભાઈ ભાસ્કરે આ પગલું ભર્યાનું સામે આવ્યું હતું. તે જ અરસામાં રાતે તેની મંગેતર પૂજાબેન અનિલભાઈ મારૂએ પણ હિરેનના મૃત્યુંના સમાચાર મળતા તેણીએ ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા તેનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રાતે ૩ કલાકે મૃત્યું થયાનું એ ડીવીઝન પોલીસમાં જાહેર થયું છે. આ અંગે પુજાબેનના માતા જાેશનાબેન અનિલભાઈ મારૂએ એવું નિવેદન આપ્યું છે કે, તેમને સંતાનમાં બે દીકરી છે જેમાં મોટી દીકરી સાસરે છે અને નાની દીકરી પૂજાના હજુ થોડા દિવસો પહેલા જ હિરેન સાથે સગાઈ કરવામાં આવી હતી અને રાતે હિરેનના સમાચાર મળતા પૂજાએ પણ ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે હાલ તો ભવનાથ પોલીસ અને એ ડીવીઝન પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે ત્યારે બંનેના મૃત્યુંના પગલે તેમના પરિવાર અને મસાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે અને બંનેની અંતિમયાત્રા પણ સાથે કાઢવામાં આવી હતી આ તકે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

error: Content is protected !!