આકર્ષક ફલોટ સાથે સમગ્ર સૌરાષ્ટ્રની બહિરાણા મંડળી જાેડાઈ : આકર્ષક ફલોટ અને ઝાંખીને ઈનામ અપાયા
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બુધવારે સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચંડની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજન, અર્ચન, રાત્રે ગીત સંગીત કાર્યક્રમ યોજાયો હતો. જયારે ગઈકાલે ગુરૂવારે બપોરબાદ સૌરાષ્ટ્રભરની બહિરાણા મંડળીઓ જૂનાગઢ આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ બપોરે રેલ્વે સ્ટેશન ખાતેથી સિંધી સમાજના આગેવાનો તેમજ અધિકારીઓ અન્ય પદાધિકારીઓની હાજરીમાં બેન્ડવાજા સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં અનેક ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને સર્કલ ચોક, એમજી રોડ, કાળવા ચોક થઈને દામોદરકુંડ પહોંચી હતી. જયાં પૂ. ઝુલેલાલ સાહેબની જયોત પધરાવવામાં આવી હતી. સિંધી સમાજના મંડળો દ્વારા રૂટ ઉપર પાણી, સરબત, પ્રસાદ વિતરણ માટે સ્ટોલ પણ ઉભા કરાયા હતા. આમ જૂનાગઢમાં જય ઝુલેલાલનો નાદ ગુંજી ઉઠયો હતો અને ચેટીચંડ પર્વની બે દિવસ સુધી ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આયોજકો અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.