જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવા ૧૮મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે : ભવ્ય સભાનું આયોજન

0

જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવા પોતાના વિશાળ ટેકદાર સાથે આગામી તા.૧૮મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રક નોંધાવશે અને જેને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતની ર૬ લોકસભાની બેઠકો માટે આજ તા.૧રમી એપ્રિલને શુક્રવારના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આજે ચૂંટણીલક્ષી જાહેરનામું ગુજરાતની ર૬ બેઠકો માટેનું બહાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ સાથે ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ થશે અને તા.૧૯ એપ્રિલ સુધી રજા સિવાયના દિવસે ફોર્મ સ્વિકારાશે. દરમ્યાન સૌરાષ્ટ્રની અને ખાસ કરીને જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લા માટે અતિ મહત્વની એવી જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર સંબંધિતોની મીટ રહેલી છે તેવી આ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ જાહેર જીવનના વર્ષોના અનુભવી અને દરેક સમાજમાં આદરભર્યું સ્થાન તેમજ ખુબ જ ચાહના ધરાવતા એવા આહિર સમાજના અડીખમ નેતા હિરાભાઈ જાેટવાને ટિકીટની ફાળવણી થતા જ જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢની બેઠક ઉપર વટથી ચૂંટણી લડી અને જીતવા મક્કમ નિર્ધાર સાથે હિરાભાઈ જાેટવા પુરા આત્મવિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમ્યાન આજથી જયારે ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ થયું છે ત્યારે આગામી તા.૧૮ એપ્રિલના રોજ કોંગ્રેસના જૂનાગઢ બેઠકના ઉમેદવાર હિરાભાઈ જાેટવા પોતાની ઉમેદવારી નોંધાવશે. આ દિવસે સવારે ૯ વાગ્યે ઝાંસીની રાણી પ્રતિમા પાસે સર્કલ ખાતે એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ૧૧ઃ૩૦ વાગ્યે પગપાળા રવાના થશે અને ૧૧ઃ૪પ કલાકે પ્રાંત અધિકારીની કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્રક રજુ કરશે. આ તકે હિરાભાઈ જાેટવાના સમર્થનમાં જૂનાગઢ શહેર અને જીલ્લાના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓ, આગેવાનો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!