કેશોદમાં આંબેડકર નિબંધ સ્પર્ધામાં આયુષી મકવાણાએ નિર્ણાયકોને સ્તબ્ધ કર્યા

0

ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેના ભાગરૂપે નિબંધ સ્પર્ધામાં આયુષીબેન પ્રકાશભાઈ મકવાણા ધોરણ-૯ જી.ડી. વાછાણીની શાળાની વિદ્યાર્થીનીએ નિર્ણયકોને મુંજવતા કરી દીધા હતા. આ વિદ્યાર્થીનીએ ડો. બાબા સાહેબ આંબેડકરના જીવનથી મૃત્યું સુધી તમામ કાર્યશૈલીઓ, સામાજીક પ્રવૃતિઓ, જીવનશૈલીની તારીખ વર્ષ સાથે રજુ કરી પ૦૦ શબ્દોમાં ૩૦ મિનીટની અંદર પુર્ણ કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું. અંદરના સુત્રો દ્વારા એવું પણ જાણવા મળેલ છે કે અમદાવાદ ખાતે ડો. આંબેડકર નિબંધની સ્પર્ધામાં રાજયકક્ષાએ બીજાે નંબર મેળવેલ અને તે સમયના જીલ્લા શિક્ષણ અધિકારી ડોડીયાના હસ્તે ઈનામો અર્પણ કરેલ અને બીજી માહિતી એવી પણ મળી રહી છે કે ૧૪ એપ્રિલના રાત્રે ૯ કલાકે મેઘવાડ સમાજ દ્વારા આ વિદ્યાર્થીનીને સન્માનીત કરવાનું આયોજન થયેલ છે. આમ તેણે કેશોદનું ગૌરવ વધાર્યું છે. આવા ધુરંધર વિદ્યાર્થીનીઓને સૌરાષ્ટ્ર ભૂમિ અભિનંદન પાઠવે છે.

error: Content is protected !!