જૂનાગઢમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા ઝડપાયો

0

જૂનાગઢના જાેષીપરા પાદર ચોકમાં જીલ્લા પંચાયત નીચે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધેલ છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ગોવિંદભાઈએ શની મહેશભાઈ નથવાણી(ઉ.વ.૩૭) રહે.વ્રજહરી ફલેટ નં-ર૦૩, હરીરામબાગ સોસાયટી, બોર તળાવ રોડ, ભાવનગર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ જાહેરમાં પોતાના એંડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂા.પ૦૦૦માં આઈડી દ્વારા આઈપીએલ ર૦ર૪ ક્રિકેટ મેચ લખનઉ તથા દિલ્હીની મેચમાં રનફેર ભાવ તથા સેસનના સોદા કરી રૂપીયાની હારજીતનો જુગાર રમી મોબાઈલ ફોન નંગ-ર કુલ કિ.રૂા.પપ૦૦ના મુદ્દામાલ સાથે પકડાય જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!