જૂનાગઢ શહેરના વૈભવ ચોક તરફથી એસટી સર્કલ તરફ જવાના માર્ગ ઉપરથી એક ઈકો ગાડી કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવવા સબબ એકને ઝડપી લેવામાં આવેલ છે અને તપાસ કરતા છરી પણ મળી આવી છે અને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ખીમાણંદભાઈએ જાતે ફરિયાદી બનેલ છે અને માણાવદરના ગૌતમનગર ખાતે જૂનાગઢ રોડ ઉપર રહેતા ધનરાજભાઈ દુર્લભભાઈ પરમાર(ઉ.વ.રપ)ની સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરપીએ પોતાના હવાલાવાળી ઈકો ગાડી જેના રજી.નં. જીજે-૦૩-એચઆર-ર૯૪૮ની હોય તેની કિંમત આશરે રૂા.૩,૦૦,૦૦૦ કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી મળી આવી તેમજ કારના આગળના ભાગે ડેસ્કબોર્ડ ખોલી જાેતા તેની અંદર એક કાળા કલરના રેગ્જીન વાળા કવરમાં એક કાળા કલરના પ્લાસ્ટીકના હાથામાં સ્ટેન્લે સ્ટીલની ફીટ કરેલી એક બાજુ ધારવાળી છરી જાેવામાં આવેલ તે સ્ટેન્લે સ્ટીલની છરી ઉપર અંગ્રેજીમાં કોલ્બીયા લખેલ છે જે મળી આવેલ છરી રાખી જીલ્લા મેજી. જૂનાગઢના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાંથી મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.