માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે આજે દાવેદારી નોંધાવી

0

આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ : બે દિવસ માટે રહેશે ભારે ઘસારો

લોકસભાની ત્રીજા ચરણની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે આજે અને આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવા માટે ઘસારો રહેશે. આજે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવા પણ ઉમેદવારી પત્રક નોંધાવેલ છે. જયારે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર આજે નામાંકન પત્ર ભરવામાં આવી રહેલ છે. ભાજપના અરવિંદભાઈ લાડાણી વંથલી સભા કરીને ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર હરીભાઈ સવારે ૯ઃ૩૦ કલાકે ઉમીયા મીલ ખાતે સભા કરી અને પોતાનું ઉમેદવારી પત્રક રજુ કરી રહ્યા છે.

error: Content is protected !!