તાપમાનનો પારો ૪ર ડિગ્રી પાર સાથે ગરમીએ તોડયો રેકોર્ડ

0

આજે જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ : ગરમીના આક્રમણ સામે સાવચેત રહેવા અપીલ

જૂનાગઢ સહિત રાજયમાં ગરમીએ જાેરદાર આક્રમણ કરી અને તાપમાનનો પારો ૪ર ડિગ્રીને પાર કરી દીધો છે. ગઈકાલે ગુજરાત ગુજરાતના પાંચ શહેરોમાં તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું અને જૂનાગઢ શહેરનું તાપમાન ૪ર ડિગ્રી રહ્યું હતું. જેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું હતું. લુ ફેંકતી ગરમી અને આકાશમાંથી થતી અગન વર્ષાને કારણે બપોરના સમયે બજારો સુમસામ બની ગયા હતા. લોકો કામ સિવાઈ બહાર નીકળવાનું પસંદ કરતા ન હતા. એપ્રિલ માસની શરૂઆત સાથે ગરમીનું પ્રમાપણ દિવસે દિવસે વધી રહ્યું છે. એટલું જ નહી એપ્રિલના અંતિમ દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસ થયા ગરમી આક્રમણ બનીને ત્રાટકી રહી છે. સવારથી જ સખ્ત ગરમી છવાયેલી રહી છે અને બપોરના ૧રથી ૬ દરમ્યાન તો કરફર્યુ જેવું વાતાવરણ સર્જાઈ છે. અતિશય તાપ, લુ અને અંગ દજાડતી ગરમી વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ગઈકાલે જૂનાગઢનું રાત્રીનું તાપમાન સતત બીજા દિવસે ર૯ ડીગ્રી રહ્યું હતું. ગઈકાલે સવારથી જ બફારો અને ઉકાળટે માઝા મુકી હતી અને બપોરે જૂનાગઢના મહતમ તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર થઈ ગયો હતો. બીજી તરફ મોડી સાંજ સુધી ગરમ પવનનું સામ્રાજ્ય રહેતા છેક રાત્રે થોડી ઘણી રાહત અનુભવાઈ હતી. આકાશ સ્વચ્છ થઈ જતા ગરમીનું જાેર વધવાની અને તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની શકયતા વચ્ચે આજે જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે.

error: Content is protected !!