ડો. ધિરેન શાહ, ડો. મિલન ચગ અને ડો. ધવલ નાયકની દેખરેખ હેઠળ બાયપાસની સર્જરી થશે
લોહાણા મહાજનના પ્રમુખ જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનું આજે અમદાવાદની જાણીતી હોસ્પિટલ સીમ્સમાં બપોરે ર વાગે બાયપાસ સર્જરીનું કરવામાં આવનાર છે તેમ જાણવા મળે છે.
અનેક સેવાભાવી સંસ્થા સાથે અને સેવાકીય પ્રવૃતિ સાથે જાેડાયેલા લોહાણા સમાજના અગ્રણી તેમજ જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ, સર્વોદય દવા ફંડના પ્રમુખ તેમજ લોહાણા મહાજનના પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રથમ મેયર એટલે કે હાલના પૂર્વ મેયર તેમજ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને હાલ અમદાવાદની પ્રખ્યાત સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની તબીયત અંગે સૌપ્રથમ જૂનાગઢમાં જાણીતા ડો. વાજાના દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ કે.જે. હોસ્પિટલમાં એનજીઓગ્રાફીનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો અને ડોકટરોના અભિપ્રાય મુજબ તેમને બાયપાસની સર્જરી માટે મંગળવારે સવારે અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક રિપોર્ટ અને નિદાન કાર્ય બાદ આજે બપોરે ર વાગે સીમ્સ હોસ્પિટલમાં ધીરેન શાહ, ડો. મિલન ચગ અને ડો. ધવલ નાયકની દેખરેખ હેઠળ બાયપાસ સર્જરી કરવામાં આવનાર છે. સીમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની સાથે તેમના નજીકના ટેકદાર અને શુભચિંતક હિમાશુ કારીયા, સમીરભાઈ દિવાન, ખમીરભાઈ મજમુદાર વિગેરે તેમની ખડેપગે સેવા કરી રહ્યા છે.