કાળઝાળ ગરમી વચ્ચે સવારે હવામાન બદલાયું : જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા

0

આજે વહેલી સવારે આકાશમાં વાદળો છવાતા ઠંડક પ્રસરી હતી અને ગરમીની સામે લોકોને થોડી રાહત સવારના ભાગે મળી હતી. જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં હાલ ઉનાળાનો સખ્ત તાપ વરસી રહ્યો છે અને આકાશમાંથી અગન વર્ષા થતી હોય જન જીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાણી છે અને આ ગરમીના આક્રમણ સાથે લુ લાગવા સહિતના બનાવો પણ બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસ તો તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ જવાને કારણે અગન ભઠ્ઠીમાં સોરઠ પંથક સેકાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાણી હતી. એક તરફ કાળઝાળ ગરમી અને તેની સામે ઠંડક મેળવવા માટેના ઉપાય તરીકે ઈલેકટ્રોનિકસ ઉપકરણોની પણ મોટે પાયે ખરીદી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં એસી તથા એરકુલરની મોટાપાયે ખરીદી થઈ રહી છે. તો બીજી તરફ લોકો ઠંડક મેળવવા ઠંડાપીણાનો પણ સહારો લઈ રહ્યા છે. દરમ્યાન ગઈકાલે બપોર બાદ ઠંડક થતા ગરમીમાં રાહત મળી હતી અને આજે સવારે પણ જૂનાગઢમાં આકાશમાં વાદળો છવાયા હતા અને ઠંડક ભર્યું વાતાવરણ રહ્યું હતું અને ત્યારબાદ જેમ જેમ દિવસ ચડતો જતો હતો તેમ ગરમી વધતી જતી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં આજે થોડીક રાહત જાેવા મળી છે.

error: Content is protected !!