શ્રી સરદાર પટેલ ભવન દિલ્હી મુકામે ભારત દેશના ઇન્ટરપોલ સેક્રેટરી પ્રવીણકુમાર સિંહા સાથે શ્રી સત્યમ સેવા મંડળ જૂનાગઢના પ્રમુખ મનસુખભાઈ વાજાની શુભેચ્છા મુલાકાત

0

જૂનાગઢ મુકામે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે સેવા આપનાર પ્રવીણકુમાર સિંહા કે જેઓ હાલ દિલ્હી મુકામે ભારત દેશના ઇન્ટરપોલના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. જેઓ જૂનાગઢ મુકામે ફરજ દરમ્યાન સત્યમ સેવા મંડળ દ્વારા ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેમકે અંધ કન્યા છાત્રાલય, વૃદ્ધાશ્રમ, સમૂહ લગ્નો, જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવીણકુમાર સિંહા તેમજ તેમના પત્ની અર્ચનાબેન દ્વારા હર હંમેશા હાજરી આપેલ હતી. દિલ્હી મુકામે પ્રવીણકુમાર સિંહા સાથે સરદાર પટેલ ભવન ખાતે આવેલ તેમની ઓફિસે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી અને તેમની સાથે બ્રેકફાસ્ટ લીધેલ હતો અને તેમના દ્વારા યાદગાર ક્ષણ માટે મોમેંટ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ભારત દેશના જાેઇન્ટ સેક્રેટરી નેસ્શનલ સુરક્ષાના લેખન ઠકકરની પણ શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. તેઓશ્રી દ્વારા રાજ ભવન દિલ્હી મુકામે રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવેલ તે બદલ સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા પ્રવીણકુમાર સિંહાનો હૃદયપૂર્વક આભાર માનેલ હતો.

error: Content is protected !!