ગિરનારી ગ્રુપની સેવા અનન્ય છે – પ. પુ. વિજય બાપુ સતાધાર ધામ
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી આવેલ આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પ જૂનાગઢની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ગિરનારી ગ્રુપ, પ્રસ્થાન ગ્રુપ, બાપા સીતારામ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આયુષ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટરઓ ડો. મિલન મકવાણા, ડો. ચિરાગ માકડીયા, ડો. નરેન્દ્ર પટેલ સહિતના લોકોએ પોતાનું રક્તનુ દાન કરીને સિવિલ હોસ્પિટલને ૫૧ બોટલ રક્તની એકત્ર કરીને થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તથા જરૂરિયાતમંદ લોકોને આપવા માટે અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટરઓએ ગિરનારી ગ્રુપના સભ્યો સાથે વાર્તાલાપ કરીને હોસ્પિટલ વિશે જણાવેલ હતું કે, આ હોસ્પિટલ જૂનાગઢ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બની રકશે અને આ હોસ્પિટલમાં સુવિધાઓ રાહત દરે આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા માટે ધવલભાઇ ચાવડા, સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, સુરેશભાઈ વાઢીયા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.