જૂનાગઢ જીલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે આવા નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ છે. દરમ્યાન એસ.ઓ.જીના પો. હેડ કોન્સ. અનિરૂધ્ધભાઇ વાંક તથા ઇરફાનભાઇ રૂમીનાઓને ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ કે, માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એકટ કલમ- ૮ (સી), ૨૨ (બી), ૨૯ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ઇરફાન ઉર્ફે ગોપી ઇસ્માઇલભાઇ કાલવાત રહે. માંગરોળ વાળો જે ઉપરોક્ત ગુનાના કામે નાસતો-ફરતો હોય જેને અટક કરવાનો બાકી હોય જે આરોપી મુંબઇથી કેશોદ ટ્રાવેલ્સમાં આવવાનો હોય તેવી ચોકકસ હકીકતના આધારે સાંકળીધાર ખાતેથી ઝડપી લઈ માંગરોળ પોલીસને હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, રવિરાજસિંહ સોલંકી તથા પો. હેડ કોન્સ. અનિરૂધ્ધભાઇ વાંક, ઇરફાનભાઇ રૂમી, જયેશભાઇ બકોત્રા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જાેડાયેલ હતો.

error: Content is protected !!