જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકાવવા કડક અમલવારી : ચેક પોસ્ટ ઉભી કરાઈ

0

અશોક શિલાલેખ નજીક કાર્યરત કરાયેલ ચેકપોસ્ટ ઉપરથી પ્રથમ દિવસે પ્લાસ્ટિકની બોટલ સહિતનો ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરાયું : ભવનાથ સહિત ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિક સપ્લાય ન કરવા પ્લાસ્ટિક સપ્લાયર્સને તાકીદ કરાઈ

જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થતો અટકે અને પ્લાસ્ટીક જતું અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, ઇકો સેન્સેટિવ ઝોન ઝોન હેઠળના ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કાર્યરત કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ ઉપરથી ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે. આ ચેક પોસ્ટ કાર્યરત કરાયાના પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિતનું ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ચેક પોસ્ટ રાઉન્ડ ક્લોક કાર્યરત રહેશે અને ત્રણ શીફ્ટમાં શિફ્ટમાં કર્મચારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવા માટેની કામગીરી કરશે. અશોક શિલાલેખ પાસે કાર્યરત કરાયેલ આ ચેક પોસ્ટ ખાતે કર્મચારીઓ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તપાસ દરમ્યાન મળી આવેલ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યુ છે. આ ચેક પોસ્ટ કાર્યરત થવાથી ભવનાથ અને ગરવા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખી શકાશે. ભવનાથ અને ગિરનાર દર્શનાર્થે આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા ભવનાથ, ગીરનાર સહિત ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે સમયાંતરે સમીક્ષા કરવાની સાથે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. ઉપરાંત ભવનાથ સહિતના ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પ્લાસ્ટિક સપ્લાયર્સને પણ ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની સપ્લાય ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. પ્લાસ્ટિક સપ્લાયર્સ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જરૂરી સહયોગ આપી રહ્યા છે.

error: Content is protected !!