જૂનાગઢની ધર્મનગરીમાં કેટલા અતિ પ્રાચીન દેવસ્થાનો પૈકીના એક એવા શહેર મધ્યના પંચહાટડી ચોકમાં આવેલા સ્વયંભુ પ્રાગટય પંચમુખી હનુમાનજી મંદિરે આ વર્ષે પણ પરંપરાગત રીતે હનુમાન જયંતીની ઉજવણી ભાવપુર્વક કરવામાં આવી રહી છે. જૂનાગઢના પંચહાટડી ચોકમાં આવેલા પંચમુખી હનુમાનનો ઈતિહાસ સદીઓ પુરાણો ગણવામાં આવે છે. નવાબ કાળમાં આ સ્થળે સ્મશાન હોય પંચમુખી હનુમાન મંદિરને ઘણા લોકો મસાણીયા હનુમાન તરીકે પણ ઓળખે છે. હનુમાન દાદાના પરચાઓ અને તાત્કાલીક મનોકામના પુરી થાય તેવી આસ્થા સાથે પંચમુખી હનુમાન મંદિરે દરરોજ હજારો ભાવીકો માથું ટેકવવા આવે છે અને પછી જ પોતાના ધંધા રોજગાર ઉપર જાય છે. પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિતે આજે સવારે ૬ વાગ્યે મંગળા આરતી, દાદાને ચૌલા શણગાર સવારે ૧૦ઃ૩૦ દાદાને ફુલહારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ થાળનો ચડાવો, મહાપ્રસાદ અન્નકોટનો ભોગ તથા આરતી કરવામાં આવી હતી. સવારે ૧૦ઃ૩૦થી રાત્રે ૯ઃ૩૦ સુધી આખો દિવસ થાળના દર્શન ખુલ્લા રહેશે. વધુમાં આજે તા.ર૩-૪-ર૪ મંગળવાર હનુમાન જયંતીના દિવસે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમાં મંગળા આરતી, ચૌલા દર્શન, અન્નકુટ, સુંરદકાંડના પાઠ, હનુમાન ચાલીસા સહિતના ધાર્મીક અનુષ્ઠાનો સાથે લાભ લેવા પંચમુખી હનુમાન પંચહાટડી ચોકના પુજારી વસંતબાપુ(૯૯રપ૦ ૮૭રપ૮)ની યાદીમાં જણાવાયું છે.