પુ. તુલસીનાથ બાપુના સાનિધ્યમાં મારૂતી યજ્ઞ, ૧૧૧ હનુમાન ચાલીસા પાઠ સાથે આહુતી
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિર ખાતે મહંત તુલસીનાથ બાપુના સાનિધ્યમાં સવારથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સવારે ૬ વાગ્યાથી મારૂતી યજ્ઞનો પ્રારંભ થયો છે. ૧૧૧ હનુમાન ચાલીસાના પાઠથી આહુતી આપવામાં આવેલ અને નાગરવેલના પાનમાં ધુપ, અંકદાણા, ફુલ, સોપારી, લવિંગ, કમોદ, જવ, તલ, ગુગળ બધુ મુકી બિડા વાળી પછી ઘીમાં બોળી હનુમાનચાલીસા બોલીને એક એક બીડાની આહુતી આપવામાં આવેલ હતી. આ હવન પુરો થયા બાદ સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ છે. જે દર પુનમે કરવામાં આવે છે તો ધર્મ પ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા પુ. એકતાનાથજીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.