જૂનાગઢમાં બીજી વખત ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું

0

જૂનાગઢમાં બીજી વખત ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. માનવ સેવા એજ પ્રભુ સેવા નાં સુત્ર ને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા આયોજીત બીજી વખત તા.૨૧-૪-૨૦૨૪ને રવિવારનાં રોજ આઝાદ ચોક-જૂનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ કુંડા વિતરણ માં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સેવાકીય કાર્યમાં જૂનાગઢનાં નામાંકીત સામાજીક આગેવાનોમાં ચંદુભાઈ લોઢીયા, કિશોરભાઈ ચોટલીયા, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરીયા, તરૂબેન ગઢીયા, કુમુદબેન ઠાકર, રમીલાબેન ઘુચલા, રોહિણીબેન આચાર્ય, દમયંતીબેન વૈઠા, દેવીબેન દવે, રેખાબેન સ્વાદીયા, ઈન્દુબેન ખાણદર, જયાબેન પરમાર, ભાવનાબેન કે.વૈષ્નવ, કિરણબેન ઉનડકટ, નોમાબેન ઠાકર, નીલાબેન ભટ્ટ, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ સહભાગી થયાં હતાં. આ સેવાકીય કાર્યમાં તમામ ઉપસ્થિત મહેમાનોએ સંસ્થાની કામગીરી બિરદાવી હતી. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલાએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!