જૂનાગઢ જીલ્લા પોલીસ અધીક્ષકની કચેરી દ્વારા એક યાદી જણાવેલ છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ની પ્રક્રિયા મુક્ત અને ન્યાયીક રીતે પુર્ણ થાય તે રીતે ચૂંટણી કમિશ્નરશ્રી ભારત સરકાર તરફથી જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર દેખરેખ માટે ઓબ્ઝર્વર તરીકે નાઝનીન ભસીન(આઈપીએસ-ર૦૦૭ બેચ) હરીયાણા મો.૯૬૬૪પ૩પ૮૦પની નિમણુંક કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લાની જાહેર જનતાને આથી અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ કે સમુદાયથી ભય હોય તો ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરી પોલીસની મદદ મેળવી શકે છે તેમજ જરૂર જણાય તો અમારો સંપર્ક ૦ર૮પ-ર૬૩૪૬૦૧ ઉપર સાધવા એક યાદીમાં જણાવેલ છે.