જૂનાગઢ પંથકમાં પરિણીત યુવતીને મરવા માટે મજબુર કરવા અંગે તેના પતિ વિરૂધ્ધ ફરિયાદ

0

ભેસાણ ચોકડી પાસે આવેલા ઓઈલ મીલના એક કારખાનામાં આવેલ ઓરડીમાં પરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યાના બનાવ અંગે મૃતક યુવતીના પિતાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં યુવતીના પતિએ મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, છોટા ઉદેપુર તાલુકાના ચઠાવાડા ગામે રહેતા ચિમળીયાભાઈ ગમલાભાઈ રાઠવા(ઉ.વ.૪૮)એ આ કામના આરોપી કેશુભાઈ ધોળીયાભાઈ રાઠવા(હાલ રહે. ભેસાણ ચોકડી પાસે, લક્ષ્મી ઓઈલ મીલ) વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ગત તા.૧૬-૪-ર૦ર૪ કલાક ૪ઃ૪પ પહેલા કોઈપણ સમયે ભેસાણ ચોકડી પાસે આવેલ લક્ષ્મી ઓઈલ મીલના કારખાનામાં આવેલ ઓરડી નં-૩માં બનેલા બનાવ અંગે જણાવેલ છે કે, આ કામના આરોપી કેશુભાઈ ધોળીયાભાઈ રાઠવાએ માનસિક દુઃખત્રાસ આપી હેરાન પરેશાન કરી મરવા મજબુર કરતા ફરિયાદીની દિકરી શારદીબેન(ઉ.વ.ર૦)એ કંટાળી જઈ અને પોતાની મેળે ગળાફાંસો ખાઈ અને જીવનનો અંત આણી લીધો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦૬ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.ડી. દેસાઈ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!