જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર છ અપક્ષ સહિત કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે. ગઈકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે જૂનાગઢ બેઠક ઉપર સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર અને ત્રણ અપક્ષ મળી કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. જૂનાગઢ લોકસભાની બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. જેમાં રાજેશ ચુડાસમા(ભાજપ), હિરાભાઈ જાેટવા(કોંગ્રેસ), જયંતિલાલ માકડીયા(બસપા), ઈશ્વરભાઈ સોલંકી(રાઈટ ટુ રીકોલ), અલ્પેશભાઈ ત્રાંબડીયા(લોગ પાર્ટી), દાનસીંગ વાઢેર(અપક્ષ), આરબભાઈ સુમરા(અપક્ષ), ભાવેશભાઈ બોરીચાંગર(અપક્ષ), નાથાભાઈ ડાકી(અપક્ષ), દેવેન્દ્રભાઈ મોતીવારસ(અપક્ષ), ગોર્ધનભાઈ ગોહેલ(અપક્ષ) વિગેરે વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તેમ જાણવા મળે છે.
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ચાર ઉમેદવારો વચ્ચે જંગ
ગઈકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસ હતો. ત્યારે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા અને કોઈ ફોર્મ પરત ખેંચાયું ન હતું. માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી, કોંગ્રેસના ઉમેદવાર હરીભાઈ કણસાગરા, અપક્ષ ઉમેદવાર મહેશભાઈ પરમાર અને ઉમેદભાઈ સોલંકી વચ્ચે ચૂંટણી થશે.