મેંદરડા અને કેશોદ પંથકમાં ૫૦થી વધુ સીમ ચોરી કરનાર ટીકરની તસ્કર બેલડી ઝડપાઈ

0

મેંદરડા, કેશોદ પંથકમાં ૫૦થી વધુ સીમ ચોરી કરનાર ટીકરની તસ્કર બેલડીને મેંદરડા પોલીસે ઝડપી લઇ સોયાબીન, મગફળી સહિત ૨.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. મેંદરડા તાલુકાનાં રાજેસર, રાજાવડ, સમઢીયાળા સહિતના ગામોના ખેતર, વાડીમાંથી ૫ અને કેશોદ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોએ ખેડુતોને પરેશાન કર્યા હતા. તસ્કરોને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલવા, પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, એસ.પી. હર્ષદ મહેતાની સુચનાથી ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાનાં માર્ગદર્શનમાં મેંદરડાનાં મહિલા પીએસઆઇ એસ.એન. સોનારા અને ટીમનાં અરવિંદ હેરભા, શૈલેષ સોંદરવા, મેરામણભાઈ, કમલેશ પાથર, વગેરેએ તપાસ હાથ ધરી રાત દિવસ એક કરી પેટ્રોલિંગ દરમ્યાન વંથલી તાલુકાનાં ટીકર ગામનો ફીરોઝ ઇસ્માઇલ સાંધ અને અબ્દુલ ઉર્ફે અબુ જુમા સાંધને ઇલેકટ્રીક બાઇક, ઘરઘંટી, ગેસનો બાટલો, ઘઉ, સોયાબીન મગફળી, એરંડા, સીલાઇ મશીન સહિત રૂપિયા ૨.૨૪ લાખનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. રાત્રીના સમયે અત્યાર સુધીમાં ૫૦ કરતા વધારે ખેતર કે વાડીએ ખુલ્લામાં પડેલ ઘંઉ, સોયાબીન સહિતની નાની વસ્તુઓની ચોરી કરી હોવાની કબુલાત બંને શખ્સે દરમ્યાન કરી હતી. અન્યની સંડોવણી છે કે કેમ સહિતના મુદે પીએસઆઇ સોનારાએ વધુ તપાસ, પૂછપરછ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ૫૦ કરતા વધારે ચોરીમાં પકડાયેલ બંને શખ્સે દોઢ વર્ષ અગાઉ જીવન નિર્વાહ માટે મજૂરી કામ કરવું પડે નહીં તે માટે કેરીના બગીચામાંથી ચોરીની શરૂઆત કરી હતી. મોટાભાગે વાડી, ખેતરમાંથી નાની નાની ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા. દિવસે રેકી કરી રાત્રે છકડો રિક્ષામાં ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ના મુદ્દામાલની ચોરીને અંજામ આપતા હતા.

error: Content is protected !!