ગેજેટ અને હાઇકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને ભવનાથ તીર્થક્ષેત્રને યાત્રિકો મુક્ત કરવાનું બંધ કરવા માંગણી

0

અંબાજી મંદિરના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ ચેકપોસ્ટ અને પ્લાસ્ટીક પ્રતિબંધ મામલે ઉઠાવ્યા સવાલો : આજે કઈ વસ્તુઓ પ્લાસ્ટિક પેકીંગમાં નથી આવતી ? શું યાત્રિકોને ભવનાથમાં આવતા રોકવાનું જ આ કારસ્તાન છે ? તંત્ર જવાબ આપે

જૂનાગઢનું મુખ્ય તીર્થક્ષેત્ર એટલે ભવનાથ જ્યા વર્ષે લાખો યાત્રિકો દર્શન માટે આવે છે. આ વિસ્તાર ઇકોસેન્સેટિવ ઝોનમાં આવતો હોય તેની અમલવારીના નામે પ્લાસ્ટિકમુક્ત ગિરનારનું સૂત્ર લાગુ કરીને ભવનાથને યાત્રીકોમુક્ત કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ ગિરનાર સ્થિત અંબાજી મંદિરના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ એક યાદીમાં જણાવ્યું છે કે ભવનાથ વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત કરવાનું અભિયાન જે ચાલી રહ્યું છે તે આ વિસ્તારમાં આવતા યાત્રિકો માટે દુઃખદ છે. કારણ કે આજે કોઈપણ વસ્તુ ખરીદ કરો તેનું પેકીંગ મોટાભાગે પ્લાસ્ટીકમાં કરવામાં આવે છે. ભારત સરકારનું ગેજેટ જે ૨૦૧૨ની સાલમાં જાહેર કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કર્યો છે એ સાચું પરંતુ ગેજેટને સાચી રીતે સમજવાની જરૂર છે. તેમાં ક્યાંય પ્લાસ્ટિક ઉપરના પ્રતિબંધની વાત નથી માત્ર પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે. એ ઉપરાંત હાઇકોર્ટનો હુકમ પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે. તેમાં જાે આવો આદેશ હોય તો સરકાર વતી હાઈકોર્ટનું માર્ગદર્શન માંગવું જાેઈએ કે પ્લાસ્ટિક મુક્ત એટલે કોઈપણ વસ્તુ ન લઇ જવી કે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવો ? આ બાબતે તંત્ર જે અમલવારી શરૂ કરી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ભવનાથ પ્લાસ્ટિકમુક્ત નહિ યાત્રીકોમુક્ત બની જશે જે એક ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે સરકારે યોગ્ય માર્ગદર્શન સાથે અમલવારી કરાવવી જાેઈએ જાે એમ નહિ થાય તો આવનારા સમયમાં સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ સંતો મેદાનમાં ઉતરશે કારણ કે યાત્રિકો ભવનાથ તીર્થક્ષેત્રની શાન છે. તેને થતી કનડગત એ ધર્મ સાથે છેડછાડ જેવી છે માટે તંત્ર યોગ્ય ર્નિણય નહીં કરે તો સંત સમાજ મેદાનમાં ઉતરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં પણ અચકાશે નહીં જેની જવાબદારી વહીવટી તંત્રની અને સરકારની બની રહેશે. અંતમાં પૂજ્ય બાપુએ એક વાત એ પણ કરી કે પ્લાસ્ટિક મુકત ગિરનાર સારૂ અભિયાન છે પણ પહેલા સરકારે અને પ્રશાસને ગિરનાર અને ભવનાથની યાત્રાએ આવતા યાત્રીઓ માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી બેસવા માટેના બાંકડા અને ટોયલેટ બ્લોક વગેરે હોવા જરૂરી છે. જેમ કે અમરનાથ શબરીમાલા અને વૈષ્ણોદેવી જેવા ધર્મસ્થાનોમાં ત્યાંના મોટા મોટા સાઈન બોર્ડ છે ત્યાં તેઓએ યાત્રિકોને બધી વસ્તુઓ આસાનીથી મળી રહે છે તેવી વ્યવસ્થા ઉભી કરેલ છે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરતાં પહેલાં ગિરનારની યાત્રાએ આવતા યાત્રીઓ માટે ભૌતિક સુવિધાઓ ઉભી કરવાની તાકી જરૂર છે. પીવાનું પાણી પણ જાે ઉપર ન મળતું હોય એ આપણી કમનસીબી છે. ઈકો સેન્સિટિવ ઝોનના નામે જૂનાગઢની પ્રજાને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ થાય છે. મધ્ય ગીરમાં આવેલ સાસણગીર પણ ઈકો સેન્સિટિવ ઝોનમાં જ છે છતાં ત્યાં ફોરેસ્ટ ઓફિસની સામે તમામ ચીજાે વેચી શકાય છે. સફારીમાં જનાર પ્રવાસીઓ પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ જ જંગલમાં લઈને જાય છે. નિયમ એવો છે કે પ્લાસ્ટિકનો નિકાલ યોગ્ય રીતે થવો જાેઈએ. એક જ રાજ્યના બે અભયારણ્યમાં અલગ અલગ કાયદા કેવી રીતે હોય શકે ? માત્ર ગિરનારને જ ટાર્ગેટ કરવાની સાજીશને ગંભીરતાથી નહીં લઈ એ તો ખુબ ખરાબ પરિણામ ભોગવવું પડશે તેમ જણાવેલ છે.

error: Content is protected !!