ફુલીયા હનુમાન રોડ ઉપર આવેલ વડલીવાળા હનુમાન દાદાજીના મંદિરે હનુમાન જયંતીની ઉજવણી

0

જૂનાગઢના ફુલીયા હનુમાન રોડ ઉપર આવેલ વડલીવાળા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતીની દિવસે મહા આરતી બટુક ભોજન મહાપ્રસાદની સાથે રાત્રે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પાલખી યાત્રા ૨૦૨૪માં શ્રી વડલીવાળા હનુમાનજી ગ્રુપ શ્રી રામચંદ્રજીનું અયોધ્યા પુનગમનની સુંદર મજાની ઝાંખી બનાવવામાં આવેલ એ હરીફાઈમાં ત્રીજા નંબરે આવેલ હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિજયભાઈ ગોહેલ, આકાશભાઈ ગોહેલ, પીયુષભાઈ ગોહિલ, રાજેશભાઈ ધારેશા, અજયભાઈ રાઠોડ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!