કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પિવરાવવાનું ભગીરથ કાર્ય

0

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર સેવાભાવી ગીરનારની સીડી ઉપર ૨૫૦૦ પગથિયાં ઉપર પોતાની દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી અત્યારે ૪૨ ડિગ્રી કાળજાળ ગરમી વચ્ચે ગિરનાર પર્વત ઉપરના વન્ય પ્રાણી અને પશુ પંખી માટે પાણીની કુંડીઓ બનાવી અને તેની તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય વિજયભાઈ કરી રહ્યા છે. ઉપરોક્ત તસવીરમાં વિજયભાઈ બંને ટાઈમ સવાર અને સાંજ પાણીનો કેરબો ભરીને સીડી ઉપર બનાવેલી કુંડીઓમાં પાણી ભરી અને પ્રાણીઓની તરસ છીપાવી રહ્યા છે. અત્યારે જ્યારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાની જે વાતો થઈ રહી છે ત્યારે એક આ વાત પણ લોકોના ધ્યાને મુકીને કે દુકાન ધરાવતા આ યુવાનની આ સેવાકીયપ્રવૃત્તિને લાખ લાખ વંદન સાથે સલામ છે.

error: Content is protected !!