જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે લાડકાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે જાેષીપરા, ગિરીરાજ રોડ, આંબાવાડી પાસે, શંભુનગર, વિકાસ એપાર્ટમેન્ટ, બ્લોક નં-ર૦૧ ખાતે રહેતા કિસનભાઈ કાંતીભાઈ વેકરીયા(ઉ.વ.ર૬)એ જયદિપ જયેશભાઈ ઉનડકટ રહે.રાજકોટ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી વેપાર કરતા હોય જેથી તેઓને રૂપીયાની જરૂરીયાત પડતા આ કામના આરોપી પાસેથી અલગ-અલગ સમયે વ્યાજે રૂા.૪,૦૦,૦૦૦ લીધેલ હોય જેના પ ટકા દર મહીનાના વ્યાજના રૂપીયા ચુકવી દેધલ હોય અને છેલ્લા ત્રણેક મહીનાથી વ્યાજના રૂપીયા ચુકવવા પહોંચેલ ન હોય જેથી આ કામના આરોપીએ અવાર-નવાર ફરિયાદી પાસે ફોન ઉપર પૈસા આપવા દબાણ કરતા હોય તેમજ આ કામના ફરીયાદીએ વ્યાજની રકમ આપી દીધેલ હોય તેમ છતાં ફરિયાદીને જાનથી મારી નાખવાની તથા ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી આરોપીએ ફરિયાદી પાસેથી વ્યાજના રૂપીયા કઢાવી લઈ ફરિયાદીને લાકડાના ધોકાથી વાસામાં તથા ડાબા હાથમાં ફેકચર તથા ડાબા પગમાં લોહીયાણ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મુદલ તથા વ્યાજના રકમની ઉઘરાણી કરી જીલ્લા મેજી.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. સરવૈયા ચલાવી રહ્યા છે.